નવજાત બાળકોના મોત: CM ગેહલોતના નિવેદન પર ડે.CM પાઈલટે વ્યક્ત કરી નારાજગી! જાણો શું કહ્યું?
રાજસ્થાન (Rajasthan) ના કોટા (Kota) ના જે કે લોન હોસ્પિટલમાં નવજાત બાળકોની મોતનો આંકડો રવિવાર સુધીમાં 110 પહોંચી ગયો છે. શનિવારે આ મામલે સીએમ અને ડેપ્યુટી સીએમ વચ્ચેનો તણાવ સ્પષ્ટ જોવા મળી રહ્યો છે.
Trending Photos
જયપુર: રાજસ્થાન (Rajasthan) ના કોટા (Kota) ના જે કે લોન હોસ્પિટલમાં નવજાત બાળકોની મોતનો આંકડો રવિવાર સુધીમાં 110 પહોંચી ગયો છે. શનિવારે આ મામલે સીએમ અને ડેપ્યુટી સીએમ વચ્ચેનો તણાવ સ્પષ્ટ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસ શાસિત પ્રદેશમાં નવજાત બાળકોના મોતના આંકડાને લઈને સીએમ અશોક ગેહલોતે આપેલા અસંવેદનશીલ નિવેદનને લઈને ડેપ્યુટી સીએમ સચિન પાયલટે જવાબ આપતા કહ્યું કે જવાબદારી નક્કી કરવી પડશે, આપણે સરકારમાં છીએ. હકીકતમાં સચિન પાઈલટનું આ નિવેદન સીએમ અશોક ગેહલોતના તે બેજવાબદારીવાળા નિવેદન બાદ આવ્યું જેમાં તેમણે કહ્યું હતું કે "ભાજપના શાસનમાં વધુ બાળકો મરતા હતાં અને અમારા શાસનમાં આ આંકડામાં ઘટાડો થયો છે."
સીએમ અશોક ગેહલોતે કહ્યું હતું કે "ઘટના સામે આવ્યાં બાદ અમે એક્સપર્ટની ટીમ કોટા મોકલી. અમારી સરકારે ગંભીરતા સાથે જરૂરી પગલાં ભર્યાં. બાળકોના મોત પર રાજકારણ ખેલાવવું જોઈએ નહીં. અમારા એક વર્ષના શાસન દરમિયાન શિશુ મૃત્યુ દરનો આંકડો સુધર્યો છે. તપાસ કરી છે. સારવારમાં કોઈ બેદરકારી નહતી. 100 બાળકો લગભગ ભાજપના પાંચ વર્ષના શાસનમાં પણ મરતા રહ્યાં છે. અમારા સમયમાં ઓછો આંકડો છે. તેમના સમયે વર્ષમાં 1000 બાળકો વર્ષે મરતા હતાં. અમારા સમયમાં 900 બાળકોની સંખ્યા સામે આવી છે."
શનિવારે કોટાના મામલે પ્રતિક્રિયા આપતા રાજસ્થાનના ડેપ્યુટી સીએમ સચિન પાઈલટે કહ્યું કે ગત સરકારના ખરાબ કામોને દોષ આપવાથી કઈ વળશે નહીં. આપણે જવાબદારી નક્કી કરવી પડશે. અત્રે જણાવવાનું કે જે કે લોન હોસ્પિટલમાં 34 દિવસમાં બાળકોના મોતનો આંકડો 107 સુધી પહોંચી ગયો છે.
જુઓ LIVE TV
પાઈલટે અશોક ગેહલોત સરકાર પર નિશાન સાધતા કહ્યું કે "મને લાગે છે કે તેના પર આપણી પ્રતિક્રિયા વધુ દયાળુ અને સંવેદનશીલ થઈ શકતી હતી. 13 મહિના સુધી સત્તામાં રહ્યા બાદ મને લાગે છે કે ગત સરકારના ખરાબ કામોને દોષ દેવાથી કશું થવાનું નથી. જવાબદારી નક્કી થવી જોઈએ." અત્રે જણાવવાનું કે ગેહલોત સરકારે કોટાની જે કે લોન હોસ્પિટલમાં બાળકોના મોતના મામલે જે પ્રકારે હેન્ડલિંગ કરવામાં આવી રહ્યું છે તેને લઈને ભારે ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે